અટલ બ્રીજ : અમદાવાદ આવેલ અટલ બ્રીજ નો અદભુત નજારો , કેટલી છે ટીકીટ ?, શું છે નિયમો , જાણો અહી થી

ગુજરાતી ઓનો સૌથી ફેવરેટ બ્રીજ સૌથી મોટો અને નદી ની ઉપર થી પસાર થનારો ભારત નો પહેલો બ્રીજ એટલે આપણા અમદાવાદ નો અટલ ફુટ ઓવર બ્રીજ ખુબજ સુંદર જગ્યા અને ફરવા અને ફોટોગ્રાફી માટે નું અધતન સ્થળ મિત્રો તમે શું અમદાવાદ જાવ છો તો પતંગ ની ડિજાઈન વાળા અટલ બ્રીજ ને જોવાનું ના ભૂલશો અહિયાં તમને જોવા મળશે ખુબજ સુંદર નજરો અને ફોરન જેવું લાગશે અને આ બ્રીજ ની વાતો દેશ વિદેશ માં થાય છે અને આ અટલ બ્રીજ ને જોઈએ ને લોકો ખુબજ આકર્ષિત થયા છે . આ બ્રીજ અમદાવાદ ની સાબરમતી અલીસ્બ્રીજ ની બાજુમાં રીવર ફ્રન્ટ ફ્લાવર પાર્ક ના ગેટ થી તમે જી શકો છો અને આ બ્રીજ ના લોકેશન વિશે તમે ગુગલ મેપ પર સર્ચ કરી શકો છો આ અટલ ફુટ વે બ્રીજ નું નામકરણ ભારત પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારીવાજપાઈ પર રાખવામાં આવ્યું છે આ બ્રીજ વિશે આપને આજે સંપૂર્ણ વિગત અહી નીચે મુજબ જાણીશું .

અટલ બ્રીજ નું ઉદઘાટન ૨૭ ઓગસ્ટ

આ અટલ ફુટ ઓવર બ્રીજ નું ઉદઘાટન ૨૭ ઓગસ્ટ ના રોજ ભારત દેશ ના આપણા પ્રધાન મંત્રી માનાન્યી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું સાથે ત્યાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને લોકો એ આ બ્રીજ સાથે ખુબ ફોટા ને વિડીયો સોસીયલ મીડિયા માં શેર કર્યા હતા અને બ્રીજ નું ઉદઘાટન થતા અમદાવાદીઓ ખુબ મજા માની હતી .

આ પતંગ ના આકાર વાળો બ્રીજ કયો છે તો એ સૌનો લોક પ્રિય અમદાવાદ માં આવેલો અટલ ફુટ વે બ્રીજ આ અટલ બ્રીજ માં ખુબ જ ટેકનોલોજી સાથે સુંદર અને મજબૂતાઈ થી બનવા માં આવ્યો છે

અટલ બ્રીજ ખર્ચ

આ અટલ બ્રીજ ૭૪ કરોડ ના ખર્ચે બનાવામાં આવ્યો છે અને ત્યાં પતંગ ની ડિજાઈન વાળા શો કેશ પણ બનાવામાં આવ્યા છે એમાં અલગ અલગ કલર ની ડાયનામિક (LED) રાખવામાં આવી છે જે રાત્રે અલગ અલગ કલર માં બ્રીજ માં ચાર ચાંદ લાગી જાય છે .

અટલ બ્રીજ વિશેષતા

આ બ્રીજ ની ૩૦૦ મીટર લંબાઈ છે ૧૦ મીટર થી વધુ પોહડાઈ છે વધુ માં ૨૬૦૦ મેટ્રિક ટન ના લોખડ થી આ અખા બ્રીજ નું નિર્માણ કરવામાં આવ્યું છે આ અખા બ્રીજ નું વજન નીચે ૪ પિલર ઉપાડશે અને ત્યાં અપની સુરક્ષા માટે CCTV કેમેરા પણ મુકેલા છે અખો આ બ્રીજ કેમેરાથી સજ્જ છે અને સાથે મદદ માટે અને ધ્યાન રાખવા માટે સુરક્ષા ગાર્ડ એટલે કે સિક્યુરીટી ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે આ બ્રીજ માં બેસવાની પણ મસ્ત જગ્યા રાખવામાં આવી છે અને બ્રીજ પર ૪ મોટા ટ્રાન્સફરીંગ કાચ મુકવામાં આવ્યા છે તેની નીચે નદી અને ઉપર કાચ એ રીતે મુકવામાં આવ્યા છે અને ઉપર લોકો ઉભા રહી શકે છે અને ચાલી પણ શકે છે ૧૦૦૦ કિલો સુધી નું વજન ઉચકી શકે છે આ અટલ ફુટ બ્રીજ માં તમામ સુવિધા છે

અટલ બ્રીજ માટેની ટીકીટ

આ અટલ ફુટ ઓવર બ્રીજ પર જોવા ચાર્જ ચૂકવાનો રહેશે એ માટે AMC એટલે કે અમદાવાદ મ્યુંન્સીપલ કોર્પોરેશન દ્વારા ટીકીટ ના દર પણ નક્કી કરવામાં આવ્યા છે ૩૧ ઓગસ્ટ થી અમલ માં આવ્યો છે આ ચાર્જ ૧૨ વર્ષ થી ઉપર ના વ્યક્તિ માટે ૩૦ રૂપિયા છે અને ૩ થી ૧૨ વર્ષ ના બાળકો માટે ૧૫ રૂપિયા છે અને ૬૦ વર્ષ થી વધુ વય ના લોકો માટે ૧૫ રૂપિયા છે અને વિકલાંગ પ્રવેશ ફરી છે આ અટલ બ્રીજ પર સવારે ૯ થી રાત્રે ૯ સુધી પ્રવેશ આપવામાં આવશે .

અટલ બ્રીજ પર જવા માટે નિયમો

આ અટલ બ્રીજ પર જવા માટે મુલાકાતીઓ એ દરેક નિયમો નું પાલન કરવાનું રહેશે મુલાકાતી બ્રીજ પર ૩૦ મિનીટ થી વધુ રોકી શકશે નહિ ગુટકા પાન મશાલા કે કેફી દ્રવ્યો લઇ જઈ શકાશે નહિ ધુમ્રપાન કરવાની શખત મનાઈ છે ઘરેથી નાસ્તો કે જમવાનું લઈ જી શકાશે નહિ આ સંપૂર્ણ વિગત ની નોધ લઈ નિયમો ધ્યાન માં રાખવાના રહેશે .

તો રાહ શેની જોવો છો આજેજ આ અટલ બ્રીજ પર જઈ ખુબસુરત કુદરતી સૌંદર્ય ની મજા માણો અને ખુબસુરત નજારાનો આનંદ માનો દરેક ગુજરાતી એ દરેક લોકો એ એક વાર ત્યાં જવા જેવું જોવા લાયક અતિ સુંદર બ્રીજ એટલે કે આપણા અમદાવાદ નો અટલ ફુટ ઓવર બ્રીજ છે .

અમદાવાદ ના અટલ ફુટ વે ઓવર બ્રીજ વિશે વધુ જાણવા માટે યુ ટુબ અથવા ગુગલ પર જઈ આ બ્રીજ વિશે સર્ચ કરી તમે જોઈ શકો છો.

આવી જ અવનવી ખબરો સરકારી ભારતીઓ રિજલ્ટ ને અજ્યુકેશ અને આવા નવા સમાચારો વિશે અમારી વેબસાઈટ એટલે કે ojasgujarats.com પર આવી માહિતી મેળવી શકો છો અને આજેજ અમારી ટેલીગ્રામ ચેનલ પર જોડાઈ આવીજ માહિતી જોતા રહો

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો