Gujarat Weather Update : ગુજરાતમાં અત્યારસુધી 110% વરસાદ નોંધાયો , આ વિસ્તારો માં પડી સકે છે જોરદાર વરસાદ

Gujarat Weather Update : ગુજરાત માં હાલ હવામાન લઈને એક અલગ સ્તિથિ સર્જાય છે . ગુજરાતમાં અત્યાર સુધી 110 ટકા વરસાદ થઇ ગયો છે 125 ટકા વરસાદ હતો. મધ્ય ગુજરાત ઝોનને બાદ કરતાં રાજ્યના તમામ ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. 19 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ છે. કચ્છમાં સૌથી વધારે 170 ટકા વરસાદ છે. ત્યારે હજી રાજ્યમાં પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું અનુમાન છે. આગવું ના દિવસો માં ભારે વરસાદ ની પરિસ્થિતિ સર્જાય તેમ હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે

ગાંધીનગર ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જે મુજબ આગામી તા. 14/09/2022ના રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.15/09/2022ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

news source : https://gujarati-news18-com

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો