જુનીયર ક્લાર્ક ની પરિક્ષા રદ, વિભાગે નોટિફિકેશન દ્રારા માહિતી આપી.

/જુનીયર ક્લાર્ક ની પરિક્ષા રદ : તાજેતરમાં નવા કોલ લેટર બહાર પાડવામાં આવ્યા હતા આ કોલ લેટર જુનીયર ક્લાર્ક ની /પરિક્ષામાટે ના હતા આ પરિક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ ને રવિવાર એટલે અજ રોજ લેવાની હતી પણ અમુક કારણો સર વિભાગે પરિક્ષા રદ કરવાનો નિર્યણ લીધો છે આજે અપને આ લેખ માં આ પરિક્ષા રદ થવા વિષે ની તમામ માહિત મેળવીશું તો મિત્રો પણ આ પરિક્ષા રદ થવાના કારણો જાણવા માંગો છો તો લેખ ને પૂરો વાંચો.

જુનીયર ક્લાર્ક ની પરિક્ષા રદ

જુનિયર કલાર્ક ની પરિક્ષા ૨૯/૦૧/૨૦૨૩ ના રવિવાર ને દિવસ નક્કી થયેલ હતી બધા ઉમેદવારો એ પોતાના સ્તાન માટે કોલ લેટર પણ મેળવી લીધા હતા તેવામાં સવારે સત્તાવાર વિભાગ દ્રારા માહિતી આપવામાં આવી છે કે આ પરિક્ષા હાલ પુરતી (જુનીયર ક્લાર્ક ની પરિક્ષા મોકૂફ) મોકૂફ રાખવામાં આવી છે આ પરિક્ષા ની નવી તારીખ વિભાગ દ્રારા જાણ કરવામાં આવશે.

શું હતું કારણ ?

જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.

રદ થવાના અંગે ની જાહેરાત
સતાવાર વિભાગ

Leave a Comment

telegram માં જોડાવા અહીં ક્લિક કરો