Manav Garima Yojana 2022 ,Online Application | Manav Garima Scheme Apply Online : માનવ ગરિમા યોજાના ૨૦૨૨ માટે ગુજરાત સરકાર દ્રારા આ યોજના બહાર પાડવામાં આવી છે જેના દ્રારા ગરીબી રેખા નીચે ના પરિવાર ને રોજગાર પૂરો પડે છે. આ યોજના ના ફ્રોમ ઓનલાઈન E-samaj kalyan portal yojana list 2022 પર ભરવામાં આવે છે . પ્રિય મિત્રો વાચકો આજે આ યોજના વિષે ઊંડાણ માં માહિતી મેળવીશું.
ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે . માં તમે વિવિધ પ્રકારની ચાલતી યોજનાઓની તમામ માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને માટે સામાજિક યોજનાઓ ચાલે છે. . તેવી જ રીતે માનવ ગરિમા યોજના ૨૦૨૨ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો આપવામાં આવે છે.
માનવ ગરિમા યોજનાનો હેતુ :
આ યોજના નો હેતુ સમાજ ના નબળા વર્ગો ને સહાય કરવા નો છે આ યોજના દ્રારા સમાજ ના લોકો ને રોજગારના સાધનો પુરા પાડવામાં આવે છે. આ યોજના માં કડિયા કામ ના , ફેરીના , સિલાઈ માસીન , પલ્મ્બર , બ્યુટી પાર્લર વગેરે સાધનો મળવા પાત્ર છે.
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના 2022 | Manav Garima Yojana 2022 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | માનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in/ |
છેલ્લી તારીખ અરજી | છેલ્લી તારીખ: 30/06/2022 |
બેનિફિટ | ટૂલ કિટ્સ કુલ 28 પ્રકારના બિઝનેસ |
. નીચે પ્રમાણે ના સાધનો આ યોજના ના અંદર મળવા પાત્ર છે (જેની સૂચિ નીચે મુજબ છે.)
- ચણતર
- સેન્ટીંગ નું કામ
- વાહન સેવા અને સમારકામ
- મોચી
- ટેલરિંગ
- ભરતકામ
- માટીકામ
- વિવિધ પ્રકારના ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રિક ઉપકરણોનું સમારકામ
- કૃષિ લુહાર / વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- લોન્ડ્રી
- સાવરણી સુપડા બનાવવાનો કામ ના સાધનો
- દૂધ-દહી
- ઠંડા પીણા, નાસ્તાનું વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મિલ
- સ્પાઈસ મિલ
- રૂ.ની દિવેટ બનાવવી (સખી મંડળ બહેનો)
- મોબાઈલ રિપેરિંગ
- પેપર કપ અને ડીશ મેકિંગ (સખીમંડળ)
- વાળ કાપવાનું કામ ના સાધનો
- પ્રેશર કૂકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓ)
માનવ ગરિમા યોજના માટેની લાયકાતના માપદંડો :
માનવ ગરિમા યોજના નો લાભ મેળવવા માટે ગુજરાત સરકારે અમુક નિયમો નક્કી કરેલ છે જે અરજી કરતા પહેલા જાણવા ખુબ જરૂરી છે જે નીચે આપેલા છે.
અરજી કરતી વખતે નીચેના પાત્રતા માપદંડોનું પાલન કરવું આવશ્યક છે:-
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી
- અરજદાર sc/st/obc શ્રેણીનો સભ્ય હોવો જોઈએ
- . અરજદાર ગરીબી રેખા નિચે અને BPL રેસાન કાર્ડ ધરવતો હોવો જોઈએ
- અરજદારોની વાર્ષિક કૌટુંબિક આવક
- ગ્રામીણ માટે રૂ. 1,20,000/- કરતાં ઓછી હોવી જોઈએ.અને શહેરી માટે રૂ. 1,50,000/- થી ઓછી હોવી જોઈએ.
- અરજદાર ની ઉમર ૧૮ થી ૬૦ વર્ષ સુધી ની હોવી જોઈએ.
Manav Garima Yojana Documents List |યોજના ના લાભ લેવા માટે જરૂરી પુવારા :
આ યોજના ના લાભ મેળવવા માટે જરૂરી પુરાવા આવશ્યક છે કારણે આ પુરાવા ના આધારે સમાજ કલ્યાણ વિભાગ તમેને જરૂરી સાધનો પુરા પડે છે. આ પુરાવા નીચે મુજબ છે.
૧. આધાર કાર્ડ
૨. રેશન કાર્ડ
૩.અરજદાર નો રહેઠાણ ના પુરાવા ( જેની અંદર લાઈટ બીલ , આધાર કાર્ડ , ચુંટણી કાર્ડ,પાન કાર્ડ, લાઇસન્સ વગેરે નો સમાવેશ થાય છે . આમાંથી કોઈ એક પુરાવા હોવા જરૂરી છે.
૪. અરજદાર નો જાતિનો દાખલો ( અરજદારનો જાતિનો દાખલો ન હોય તો જે તે ગામના મામલતદાર કચેરી માંથી તમે મેળવી શકો છો.)
૫. આવકનું પ્રમાણપત્ર ( અરજદાર નો આવક નો દાખલો તલુકા વિકાસ અધિકારી અથવા મામલતદાર દ્રારા આપેલ હોવો જરૂરી છે . ગ્રામ પચાયત દ્રારા આપેલ માન્ય ગણાશે નહિ. તથા આ દાખલો વેલીડ તારીખ નો હોય તે ખાસ ધ્યાન રાખવું.
૬. અભ્યાસ ના પુરાવા (અરજદાર ક્યાં સુધીનું ભણતર ધરાવે છે તે પ્રમાણે પુરાવા રજુ કરવા )
૭. ધંધા લક્ક્ષી પુરાવા ( અરજદાર કયા ધંધા માટે સાધનો મેળવવા માંગે છે તેના પુરાવા રજુ કરવા )
૮. બહેદારી પત્રક
૯. અરજદાર ના ફોટા
માનવ ગરીમા યોજના ઓનલાઈન અરજી (Manav Garima Yojana Online Registration Process)
માનવ ગરિમા યોજના માટે online અરજી કઈ રીતે કરવી ટે અંગે ની સંપૂર્ણ માહિતી નીચે ઉજબ આપેલી છે .
- સવ પ્રતમ અરજ દાર માનવ ગરિમા ફોર્મ માટે (Social justice and empowerment department) સતાવાર વેબ્સિતે પર જવાનું રહેશે . https://esamajkalyan.gujarat.gov.in/
- વેબસાઈટ ખુલ્યા બાદ જો તમે પહેલા આ યોજના લાભ લીધો હોય અથવા સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર નોધણી કરાવી હોય તો તમારું User ID, Password નાખી આગળના સ્ટેપ તરફ જી શકો છો .

- જો તમે નોધણી નથી કરાવેલ તો ઉપર ફોટો માં બતાવેલ મુજબ નવા ઉઝર કૃપા કરીને અહી નોધણી કરો તેની પર કિલક કરો

ઉપર ફોટો માં દર્શાવેલ તમામ માહિતી તમારું આખું નામ ,ઝેનડર ,જન્મ તારીખ આધાર કાર્ડ નંબર તમારી જાતી ઈમૈલ આઈડી , મોબાઇલ નંબર ,અને પાસવર્ડ નાખી register બટન પર કિલક કરો

- ત્યાર ઉપર ફોટો દર્શાવેલ પ્રમાણે તમારી પ્રોફાઈલ બનવા ની રહેશે , તેમાં તમારે તમામ માહિતી ભરવાની રહેશે
- ત્યાર બાદ આગળની માહિતી તમે સ્ટેપ by સ્ટેપ ભરી . તમારા ડોકુંમેન્ટ ઉપલોડ કરવા ના રહેશે જે ઉપર લીસ્ટ આપેલ છે
- છેલે તમારે નિયમો અને શરતો પર ટીક કરી સેવ અરજી પર કિલક કરો .
- તમારો registration Number ઈ મેલ અથવા મોબાઈલ નંબર પર આવશે .
Important Links Of Samaja Kalyan Garima Yojana
Object | Links |
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
Step By Step E Samaj Kalyan Registration Process | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Download Here |