મુંબઇના ફેમસ મસાલા પાઉં બનાવો ઘરે : તમે ઘરના નાસ્તા કરી કરી કંટાળી ગયા છો કે ઘર નો નાસ્તો ભાવતો નથી આં બધાજ કારણો નો એક જ ઉપાય બતાવું તમને આ લેખ પૂરો વાંચો અને તમારા સવાર ના નાસ્તા નો સવાલ જ નહિ રહે તો મિત્રો આજે અપને મુંબઈ ના ફેમસ મસાલા પાઉં કઈ રીતે બનવા અને કઈ કઈ સામગ્રી ની જરુરુ પડે છે આ બનવા માટે આ બધી જ માહિતી આ લેખ માં લઈશું અને એક દમ ચટાકેદાર મુંબઈ ના મસાલા પાઉં મી મોજ કરીશું તો મિત્રો આજે જ તમે પણ આ મસાલા પાઉં બનવા માટે ટ્રાય કરો અને તમરી સવાર ને ચટાકેદાર નાસ્તા થી રસ-પ્રદ બનાવો અને મોર્નીગ મજા કરો.
મુંબઇના ફેમસ મસાલા પાઉં બનાવો ઘરે
મુંબઇના ફેમસ મસાલા પાઉં બનાવો ઘરેઆજે અપને આ લેખ માં મંબઈ ના ફેમસ એવા મસાલા પાઉં કઈ રીતે બનવા ટે વિશેની તમામ માહિતી લઇશું જેવી કે કઈ સામગ્રી ની જરુરુ પડે છે કઈ વસ્તુ વધારાની એદ્ કરી શકો છો કે કઈ વસ્તુ ની જરૂર નઈ નાખો તો પણ ચાલશે તો મિત્રો આ બધી જ માહિતી માટે આ લેખ ને સંપૂર્ણ વાંચો.
મુંબઇના ફેમસ મસાલા પાઉં બનાવો ઘરે માટે જરૂરી સામગ્રી :
- 8 પાઉં
- 4 ચમચી માખણ
- 3 થી 4 ચમચી લાલ મરચુ- લસણની પેસ્એક કપ ઝીણી સમારેલી ડુંગળી
- એક કપ ઝીણું સમારેલું શિમલા મરચા
- 2 કપ ઝીણું સમારેલું ટામેટુ
- 2 ચમચી લાલ મરચુ
- એક ચમચી પાઉંભાજી મસાલા
- એક ચમચી ધાણાજીરું
- એક ચમચી લીંબુનો રસ
- એક ચમચી તેલ
- સ્વાદાનુંસાર મીઠું
મુંબઇના ફેમસ મસાલા પાઉં બનાવો ઘરે બનાવવાની રીત :
- માર્કેટ જેવા મસાલા પાઉં બનાવવા માટે સૌ પ્રથમ આ રીતે એક મસાલો તૈયાર કરો.
- આ માટે એક કડાઇમાં માખણ અને એક ચમચી તેલ નાંખીને મિડીયમ ગેસ પર ગરમ કરી લો.
- માખણ પીગળી જાય એટલે એમાં જીરું નાંખો.
- ત્યારબાદ આ તેલમાં લાલ મરચા-લસણની પેસ્ટ નાંખો અને એક મિનિટ માટે થવા દો.
- પછી આમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.
- આ મસાલામાં હવે ઝીણું સમારેલું શિમલા મરચું અને ટામેટા નાંખો.
- હવે 2 થી 3 મિનિટ માટે આ બધી જ વસ્તુઓને થવા દો.
- ત્યારપછી લાલ મરચુ, ધાણાજીરુ, મીઠું અને પાઉંભાજીનો મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લો.
- આ મિશ્રણમાં ત્રણ ગરમ પાણી નાંખો અને ચમચીની મદદથી સતત હલાવતા રહો.
- 2 થી 3 મિનિટ થવા દો અને મેશરની મદદથી મેશ કરી લો.
- આ મસાલામાં કોથમીર અને લીંબુનો રસ નાંખીને મિક્સ કરી લો.
- આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી ગેસ બંધ કરી દો.
- મસાલા પાઉંનું સ્ટફિંગ તૈયાર થઇ ગયુ છે અને આને એક બાઉલમાં લઇ લો.
- તવી લો અને એને ગરમ કરવા માટે મુકો.
- તવીની વચ્ચે એક ચમચી માખણ, લાલ મરચું-લસણની પેસ્ટ અને ધાણાજીરું નાંખીને એક મિનિટ માટે થવા દો.
- હવે 2 પાઉં લો અને વચ્ચેથી કટ કરીને આ મસાલો ભરીને એક મિનિટ માટે થવા દો.
- પાઉંને પલટાવીને થોડો મસાલો ઉપરથી નાંખીને ફેલાવી દો.
- બાખીના પાઉં આમ તૈયાર કરી લો.
- તો તૈયાર છે ગરમાગરમ મસાલા પાઉં.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે ,
માહિતી સોઉર્સ https://gujarati.news18.com/