વ્હાલી દીકરી યોજના :ગુજરાત સરકાર દ્રારા આ યોજના નો અમલ ઓગસ્ટ ૨૦૧૯ થી કરવામાં આવ્યો છે આ યોજનાનો મુખ્ય હેતુ નવી જન્મ લેતી દીકરીના માતાપિતા ને પ્રોહ્સાહન પૂરું પડે છે અને દીકરીઓ ને બચાવવા માટે મદદ રૂપ નીવડે છે .વ્હાલી દીકરી યોજના માં દીકરી ને ૧ લાખ થી ૧૦ હાજર ની આર્થીક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના નો મુખ્ય હેતુ કન્યા કેળવણી નો છે જેથી લોકો દીકરીઓને બોજ ના ગણે.આ યોજના ની તમામ માહિતી આ લેખ માં આજે આપણે લઈશું.
વ્હાલી દીકરી યોજના : આ યોજના દીકરીઓ ના લાભાર્થે શરુ કરવામાં આવેલ છે જેથી લોકોમાં જાગૃતતા ફેલાય અને દીકરીઓ ને ભ્રૂણ હત્યાં નો શિકાર ના અઠવું પડે અને દીકરીઓને પણ દીકરા જેટલુજ સમાજ માં અને ઘર માં સમ્મ્માન મળે
આ યોજના માં કુલ ત્રણ હપ્તાથી સહાયની રકમ ચૂકવાય છે પ્રથમ હપ્તો દીકરી શાળા માં પ્રવેશ કરે ત્યારે રૂપિયા ૪૦૦૦ આપવામાં આવે છે .બીજો હપ્તો દીકરી જયારે માધ્યમિક ધોરણ એટલે કે ધોરણ ૯ માં પ્રવેશ કરે એટેલે રૂપિયા ૬૦૦૦ ચૂકવાય છે અને છેલ્લો હપ્તો દીકરી ખુપ્ત થાય એટલે કે ૧૮ વર્ષ પુરા કરે ત્યારે ૧૦૦,૦૦૦ રૂપિયા ચૂકવાય છે.
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારવું, શિક્ષણનો વ્યાપ વધારવો, સ્ત્રીઓના બાળલગ્નો અટકાવવા વગેરે |
લાભાર્થી | તા-02/08/2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ |
સહાયની રકમ | કુલ ત્રણ હપ્તામાં 1,10,000 (એક લાખ દસ હજાર) ની સહાય |
અધિકૃત વેબસાઈટ | wcd.gujarat.gov.in |
અરજી પ્રક્રિયા | નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO(સંકલિત બાળ વિકાસ અધિકારીશ્રી)ની કચેરીએ જમા કરાવવું |
અરજી કરવાની સમય મર્યાદા | દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં |
વ્હાલી દીકરી યોજના ના એજન્ડા :
આ યોજનાનો મુખ્ય એજન્ડા દીકરીઓ ની સંખ્યા વધારવાનો નો છે. દીકરીની અભ્યાસ માં આગળ વધારવા માટે બાળ લગન નો રોકવા વગેરે છે.
- દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
- દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
- દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
- બાળલગ્ન અટકાવવા.
વ્હાલી દીકરી યોજના ફ્રોમ કોણ ભરી સકે ?
આ યોજના માં કોણ પણ અરજી કરી સકે છે આ યોજના માં કોઈ માટે કોઈ પણ જાતના નિયમો મુકવામાં આવ્યા નથી આ યોજાયાનું ફ્રોમ કોઈ પણ સમાજના વ્યક્તિ ભરી સકે છે અને તેનો લાભ મેળવી સકે છે આ યોજના ના ફ્રોમ તમને આગણવાડી માંથી તમને મળી સકે છે આ યોજના ના ફ્રોમ બાળ વિકાસ વિભાગ દ્રારા વિના મુલ્યે આપવામાં આવે છે આ ફ્રોમ ની લીંક નીચે આપેલ છે તમે ત્યાંથી પણ લઇ શકો છો.
વ્હાલી દીકરી યોજના અરજી કઈ રીતે કરવી ?
વ્હાલી દીકરી યોજના ; વ્હાલી દીકરી યોજના નું ફ્રોમ સાથે જરૂરી પુરાવા સાથે CDPO કચેરી ખાતેથી, જિલ્લાના બાળ મહિલા અધિકારીશ્રી ને સબમિટ કરાવનું રહેશે . અથવા જેતે આગણવાડી કાર્યકર્તા નો સંપર્ક કરી શકો છો
વ્હાલી દીકરી યોજના ની જરૂરી શરતો :
વ્હાલી દીકરી યોજના :આ યોજના માટે ગુજરાત સરકારે અમુક નિયમો નક્કી કરેલ છે જે નીચે મુજબ છે .
- તા.૨-૮-૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- એક પરિવાર માં વધુમાં વધુ બે દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતાન નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
- પ્રથમ દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
- પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવાના અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
- દિકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.
વ્હાલી દીકરી યોજના યોજના માટે જરૂરી પુવારા :
- દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
- દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
- પિતાનો આવકનો દાખલો
- માતા-પિતાનું રેશનીંગ કાર્
- માતા-પિતાના આધાર કાર્ડ
- માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
- માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
- સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)
વ્હાલી દીકરી યોજના માટે જરૂરી લીંક :
વ્હાલી દીકરી યોજના નું ફ્રોમ | click here |
વ્હાલી દીકરી યોજનાની સત્તાવાર વેબસાઈટ | wcd.gujarat.gov.in |