યુનિયન બેંક ભરતી 2025: તો મિત્રો હાલમાં યુનિયન બેન્કમાં બમ્પર ભરતી આવેલ છે. જે મિત્રોને બેંકમાં નોકરી કરવા માટે રસ હોય તે લોકો માટે આ ભરતી ખૂબ જ લાભદાયક છે. આ ભરતીમાં કુલ ૫૦૦ જેટલા ઉમેદવારો ની જરૂર છે. નીચે ભરતીની સંપૂર્ણ માહિતી, પાત્રતા, પસંદગી પ્રક્રિયા, અને મહત્વપૂર્ણ તારીખો આ લેખમાં તમને જાણવા મળશે તમે મિત્રો આ લેખને પૂર્ણ વાંચજો અને શેર પણ કરજો.
યુનિયન બેંક ભરતી અંગે મહત્વની માહિતી:
સંસ્થા | યુનિયન બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 500 |
વય મર્યાદા | 22થી 30 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 30-4-2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20-5-2025 |
ક્યાં અરજી કરવી | https://www.unionbankofindia.co.in/ |

યુનિયન બેંક ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | વિભાગ | જગ્યા |
આસિસ્ટન્ટ મેનેજર | ક્રેડિટ | 250 |
આસિસ્ટન્ટ મેનેજર | આઈટી | 250 |
કુલ | 500 |
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને CA/CMA (ICWA)/CS કરેલું હોવું જોઈએ અથવા તો ફૂલ ટાઈમ ફાઈનાન્સમાં 60 ટકા માર્ક સાથે MBA/MMS/PGDM/PGDBM કરેલું હોવું જોઈએ. ઉમેદવારે ફૂલટાઈમ B.E./BTech/MSc(IT)/MS/Mtech-કમ્યુટર સાયન્સ, આઈટી, ઈલેક્ટ્રોનિક્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત અંગે વધુ માહિતી જાણવા ઉમેદવારે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા:
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આસિસ્ટન્ટ મેનેજરની બંને પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 22 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
અરજી ફી:
કેટેગરી | ફી |
SC/ST/PwBD ઉમેદવારો | ₹177 (Inclusive of GST) |
અન્ય કેટેગરીના ઉમેદવારો | ₹1180 (Inclusive of GST) |
પગાર ધોરણ:
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારો બેંકે નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. વધારે માહિતી માટે નોટિફિકેશન વાંચવું.
મહત્વની લીંક:
નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
આવી અનેક પોસ્અટો અને સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો